Reviews

Depression

મા. ડો. તેજસભાઈ પટેલતા. ૦૮/૦૪/૨૦૨૧ ન્યુરોસાયક્યાટ્રીસ્ટ

ખુબ ખુબ આભાર,

હું સને ૨૦૧૩ થી ડિપ્રેશનનો શિકાર થયેલ હતો અને મારી આપની સાથે આપના એક જુના દર્દી ધ્વારા આપ ગાંધીનગર સિવિલમાં સેવા આપતા હતા ત્યારે મુલાકાત થઈ હતી. તે પહેલા મે ઘણા બધા સાયકયાટ્રીસ્ટ પાસે સારવાર કરાવેલ હતી પરંતુ મને જોઇયે તેવું પરિણામ મળેલ નહોતું.

આખા દિવસ દરમ્યાન મને પાંચ થી છ વાર આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ કુદરતની મહેરબાની થી હું તેની સામે જંગ લડતો રહ્યો હતો જ્યારે આપની મુલાકાત થયા પછી આપે મારી બીમારીની સંપૂર્ણ વિગતો મારી પાસેથી જાણી અને મારી સારવાર શરૂ કરેલ જે માત્ર છ આઠ મહિના ચાલેલ હશે અને મને ૯૦% જેટલો ફાયદો થયેલ ત્યારબાદ મારી સારવાર ડો.ની સલાહથી બંધ કરી દેવામાં આવેલી પરંતુ સંજોગો સંપૂર્ણ પણે મારી આજુબાજુના સારા ન હોવાથી મને દૂરી ૨૦૧૯ માં અતિ તીવ્રતાથી ખરાબ વિચારો ચાલુ થયેલ જેથી મે આપનો સંપર્ક કરતાં આપે મારી સારવાર ચાલુ કરેલ છે.

હાલમાં હું સંપૂર્ણ ૧૦૦% સ્વસ્થ છું. અને માસિક વ્યાજબી રૂપિયાના ખર્ચ થી મને સારું થઈ ગયેલ છે, જેથી આપનો આભારી છું.

જ્યારે માણસને આવા પ્રકારની બીમારી હોય ત્યારે ઘર-પરિવાર તેના બાહ્ય લક્ષણો ન હોવાથી અને તેઓને આવી બીમારીનો અનુભવ ન હોવાથી સમજી શકતા નથી ત્યારે દર્દીને માત્ર ને માત્ર આપના જેવા કુશળ તબીબ જ સમજી શકતા હોય છે. જેનું પરિણામ સારું મળતું હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે પહેલા તો દર્દીએ હિમ્મત ન હારવી જોઇએ, બીજું ડો. ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ અને તેમની સલાહ પ્રમાણે સારવાર કરાવવી જોઈએ. પણ હાલમાં અમુક દર્દીઓ જાતે એવું માનવા લાગે છે કે મને ડો. પોતાના સ્વાર્થ માટે દવાનો આદિ બનાવી દીધો છે. અને તેમાં ક્યારેક વાત નીકળે તો પરિવાર તેમજ આજુબાજુના સબંધીઓ તેમાં સૂર પૂરાવતાં હોય છે, જે ભવિષ્યમાં દર્દી માટે ખુબજ ઘાતક સાબિત થાય છે. છેલ્લે મારા જેવા દર્દીઓ ને વિનંતી કરું છું કે હાલના જમાનામાં ઘણા બધાં ડો. માનવતાવાદી અને સાચી સારવાર કરતાં હોય છે. ફક્ત આપણે ઓળખવા પડે, બાકી બધુ જ તેમની સારવારથી સારું થઈ જાય છે.

હું દરેકને સંદેશ આપું છું કે બીમારીથી ગભરાવું નહીં સારા અને સાચા ડો. (જેવા કે તેજસભાઈ ) પાસે દિલખોલી તકલીફ જણાવવી અને ડો. ઉપર સંપૂર્ણ ભરોસો રાખી સારવાર સંપૂર્ણ કરાવવી અને માત્ર ઊંઘવા માટે ડો. દવાઓ આપે છે.તે વિચાર સંપૂર્ણ મનમાંથી કાઢી નાખવો જોઈએ તમામ બીમારીઓ દ્રઢ મનોબળ અને ડો. ઉપરના વિશ્વાસથી મટી જાય છે. તેની હું મારા અનુભવથી ખાત્રી આપું છું.

ડો. સાહેબનો દિલથી આભાર માનું છું.

લી.

આપનો 1 દર્દી

ગોતા વોડાફોન ટાવર પાછળ અમદાવાદ- ૬૧

યોગ્ય જરુરીયાતવાળા કેસમાં બીજા દર્દીને મદદરુપ થવા માટે ઉપરના દર્દીના મોબાઈલ નંબર અને વિગતો સાથેની વાતચીત કરાવી શકાય છે, તે માટે ડોક્ટર સરનો કૉન્ટૅક્ટ કરવો.

Panic Disorder

મે ૨૦૨૧

ડો. તેજસ પટેલ

શાંતિ ક્લિનીક,

સૌ પ્રથમ તો મને મારી માનસિક બીમારીમાથી સજાં કરવા બદલ હું ડો. તેજસ પટેલ નો ખૂબ ખૂબ આભાર માનું છું.

હું લગભગ છેલ્લા બે વર્ષથી Anxiexy ની બીમારીથી પીડાતો હતો અને તેમાં મારે શું કરવું તે મને કઈ જ ખબર પડતી નહોતી. આજથી લગભગ બે વર્ષ પહેલા મને પહેલી વખત પેનિક એટેક આવ્યો હતો. અને જેમાં મને એકસાથે ઘણા બધા શારીરિક લક્ષણો જોવા મળ્યાં હતા. જેવા કે છાતીમાં દુખાવો,ગળું સુકાઈ જવું,વારંવાર બાથરૂમ જવું, હાથ,પગમાં ઝણઝણાટી થવી,ધબકારા વધી જવા ચક્કર આવવા,છાતીમાં બળતરા થવી, હાથ-પગ ઠંડા પડી જવા,શ્વાસ લેવામાં તકલીફ પડવી,વગેરે। એ દિવસે તો મને એવું લાગ્યું હતું કે મને હાર્ટ એટેક આવ્યો છે. જેથી હું તુરંત જ મારા ઘરની નજીક આવેલ KD હૉસ્પિટલમાં EMERGANCY માં ગયો અને ત્યાં મારી તપાસ કરી મારા બધા રિપોર્ટ કરવામાં આવ્યા જે બધા જ રિપોર્ટ નોર્મલ હતાં. મને મનમાં એવું લાગ્યું કે મારા બધા જ રિપોર્ટ નોર્મલ છે. તો મને આ શું થઈ રહ્યું છે. મને કઈજ સમજાતું નહોતું.

તે પછી છેલ્લા બે વર્ષમાં આવાં પેનિક એટેક વારંવાર આવવા લાગ્યા અને તેમાં બીજા શારીરિક લક્ષણો પણ વધવા લાગ્યા જેવા કે સતત ૧ મહિના સુધી માથું દુખવું, ઊંઘ ન આવવી, ઊંઘમાં જ ધબકારા વધી જવા, ઊંઘમાં જ પરસેવો થવો, ઊંઘવા માટે આંખ બંધ કરું તો એવું લાગે છે કે કોઈ માથા પર સખત પ્રેશર આપે છે, આખો દિવસ ચક્કર આવતા હોય તેવું લાગવું.

આવું બધુ થતું હોવાથી આ દરમ્યાન હું ખુબ જ ડરવા લાગ્યો, જેમ કે ઘરની બહાર ના નીકળવું, ચાલવા ન જવું, ક્યાય પણ ફરવા ન જવું, પરિવાર સાથે સરખી રીતે વાત ન કરવી, કોઈ પણ સામાજિક પ્રસંગમાં ના જવું, કેમ કે મને હંમેશા ડર રહેતો હતો કે મને હમણાં પેનિક એટેક આવશે કે કાઈ થશે તો મારૂ શું થશે? મારી નોકરીમાં પણ આના લીધે ખુબજ રજાઓ પડતી હતી. કેમ કે મને આખો દિવસ એવો જ ડર સતાવતો હતો કે ઘરની બહાર નીકળીશ અને મને કાઇ થશે તો મને હોસ્પિટલ કોણ લઈ જશે.? છેલ્લા બે વર્ષથી મારી જીંદગી સાવ બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું.

આવું થવાને લીધે હું વારંવાર હોસ્પિટલ જવા લાગ્યો અને શરીર ના રિપોર્ટ કરાવા લાગ્યો અને જ્યાં મારા બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હતા. અને હું રિપોર્ટ પાછળ ખુબ જ પૈસા બગાડવા લાગ્યો.

ત્યારબાદ મને સમજાયું કે મારી આ બીમારી માનસિક બીમારી છે. અને મારે માનસિક રોગના ડોક્ટરને બતાવવું જોઈએ. સૌ પ્રથમ મારા મનમાં પણ એવો વિચાર આવ્યો કે માનસિક રોગના ડોક્ટર પાસે જવાથી આપણે ગાંડા તો નહીં થઈ જઇએ ને.

ત્યારબાદ મે માનસિક રોગના સારા ડોક્ટરની તપાસ શરૂ કરી અને મને મારા ઘરની નજીક ડો.તેજસ પટેલ વિષે જાણવા મળ્યું. તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ સૌ પ્રથમ વખત મે ડો. તેજસ પટેલને બતાવ્યુ અને મારી બધી જ તકલીફ વિષે કહ્યું. અને તેમણે સંપૂર્ણ ટાઈમ આપીને ખુબ જ શાંતિ થી મને સાંભળ્યો. અને મારી બીમારીને જાણવા માટે તેમણે પુરતો સમય લીધો. મારી જિંદગીમાં સૌ પ્રથમ એવા ડોક્ટર જોયા કે જેને એક દર્દીને આટલો સમય આપ્યો હોય તે પણ આવી CORONA ની વિકટ પરિસ્થિતિમાં.

મારી સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમને મને મારી બિમારી વિશે સમજાવ્યું અને તેને લગતી મારી દવા ચાલુ કરી. તેમની દવા ચાલુ કર્યા બાદ આજ દિવસ સુધી મને એક પણ વાર પેનિક એટેક આવ્યો નથી. તથા મારી બીમારીના કોઈ લક્ષણો જોવા મળતા નથી.

દવા ચાલુ કર્યા બાદ મને ઘણો બધો ફાયદો થયો જેવો કે હું ખુબ જ ખુશ રહેવા લાગ્યો, રોજ યોગ કરવા લાગ્યો, રોજ ચાલવા જવા લાગ્યો, સામાજિક પ્રસંગમાં જવા લાગ્યો.

આજે મને દવા ચાલુ કર્યા પછી લગભગ ચાર મહિના થઈ ગયા છે. પણ આજ દિવસ સુધી મને મારી બિમારી ને લગતા કોઈ પણ લક્ષણો લાગતા નથી અને મને ધીરે ધીરે એવું લાગવા લાગ્યું કે

મને કોઈ બિમારી હતી જ નહી. ઘણાં લોકો માનસિક રોગની દવા ચાલુ કર્યા પછી બંધ કરી દેતા હોય છે પણ તેવું ના કરવું જોઈએ. જ્યા સુધી ડૉક્ટર સલાહ ન આપે ત્યાં સુધી દવા બંધ ન કરવી જોઈએ. ડો. તેજસ પટેલને મળ્યા પછી મને એવું લાગ્યું કે માણસના શરીરમાં 80% રોગ તો હોતા જ નથી બસ આતો માનસિક તકલીફ ના લીધે જ થતું હોય છે.

“ THANKS TO DR.TEJAS PATEL FOR CHANGE MY LIFE “

લિ. આપનો 1 દર્દી

ગોતા, અમદાવાદ

યોગ્ય જરુરીયાતવાળા કેસમાં બીજા દર્દીને મદદરુપ થવા માટે ઉપરના દર્દીના મોબાઈલ નંબર અને વિગતો સાથેની વાતચીત કરાવી શકાય છે, તે માટે ડોક્ટર સરનો કૉન્ટૅક્ટ કરવો.

આભાર