Sexual Problems

PME

PME - Premature Ejaculation એટલે કે શીઘ્રપતન એ Psychosexual એટલેકે મનોજાતિય રોગ છે જેમાં Male પાર્ટનરથી Sexual Intercourse/ સંભોગ દરમિયાન આશરે એક થી દોઢ મિનિટ કે તેથી ઓછા સમયમાં વીર્યસ્ખલન કે Ejaculation થઈ જાય છે અને પોતાની તેમજ Female પાર્ટનરની Sexual Satisfactionની ઈચ્છા - Orgasm/ ચરમસીમા નો આનંદ અધૂરો રહી જતો હોય છે.

ક્યારેક આવું Normally / સામાન્ય રીતે પણ બની શકતું હોય છે પરંતુ જો સતત 6 મહિનાથી વધારે અને વારંવાર મોટાભાગના દરેક ફિઝિકલ રિલેશન દરમિયાન થઈ જતું હોય અને તેનાથી કપલમાં Dissatisfaction કે અસંતોષ રહી જતો હોય તો તેને Premature Ejaculation Disorder એટલે કે શીઘ્રપતનરોગ જ કહી શકાય .

ક્યારેક સેક્સ લાઈફના પ્રોબ્લેમ્સનો અસંતોષ રૂટીન મેરેજ લાઇફમાં નાના-મોટા ઝઘડા કે disputes દ્વારા વ્યક્ત થતો હોય છે .

PME ના કારણો ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે . Newly Married કપલમાં કે શરૂઆતના સેક્સના અનુભવોમાં પેનિસ સ્કીનની હાઈપર સેન્સિટીવીટી - Hyper sensitivity , વધુ પડતું Overt Excitement અથવા તો સેક્સમાં Failure જવાનો ડર તેમજ પાર્ટનરની Expectations પૂરી ન કરી શકવાની ચિંતા,સેક્સની ફ્રિકવન્સીમાં લાંબો ગેપ વગેરે કારણો જવાબદાર હોય છે .ઉપરાંત ક્યારેક સેક્સ એજ્યુકેશન નો અભાવ , ખોટી માહિતીઓ , વધુ પડતી અપેક્ષાઓ, પોર્ન ક્લિપ સાથે કે બીજા લોકો સાથે Comparison વગેરે કારણો પણ જવાબદાર હોય છે. મેડિકલ કારણોમાં ડાયાબિટીસ, Spinal Cord Injury, Prostate Injury, વિટામીન ની ઉણપ વગેરે જેવા કારણો જવાબદાર હોય છે

કેટલાક કિસ્સાઓમાં આ રોગમાં કોઈ દેખીતા માનસિક કે મેડિકલ કારણો જોવા મળતા નથી. આવા કિસ્સાઓમાં PME ની બીમારી શરૂઆતથી, એડલ્ટ ઉંમરથી, Masterbation કે Sex ના શરૂઆતના અનુભવોથી એટલે કે લાંબા સમયથી ચાલુ જ હોય છે. આવા Lifelong PME ના કિસ્સામાં નવા રિસર્ચ અનુસાર Brain માં સેરોટોનિન ના ન્યુરો ટ્રાન્સમિશનમાં ડિફેક્ટ થવાથી થતું હોય છે. જે Serotonergic મેડિસિન દ્વારા ઠીક થઈ શકતું હોય છે.

PME રોગના મોટાભાગના કિસ્સાઓમાં યોગ્ય કાઉન્સિલિંગ અને મેડિસિન ટ્રીટમેન્ટ દ્વારા ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે.

કપલના Sexual Satisfactionમાં પણ ઘણાખરા અંશે સુધારો જોવા મળે છે અને તેનાથી રૂટિન મેરેજ લાઇફમાં પણ હેપીનેસ આવતી જાય છે.

કેટલાક કિસ્સામાં Patientની મેડિસિન બંધ થયા પછી પણ અમુક Suggestionsને ફોલો કરવાનું ચાલુ રાખવાથી તેમને ફરીવાર આવો પ્રોબ્લેમ થયેલ નથી .

તો જો આપને કે તમારા Friend સર્કલમાં PME ની સેક્સ સમસ્યા હોય તો ચોક્કસથી તેની treatment કરાવો.

કપલની સેક્સ લાઈફને Pleasurable / આનંદમય બનાવો.

ED

ED- Erectile Dysfunction એટલે કે લિંગ ની કડકાઇ માં તકલીફ થવી.

આ રોગમાં વ્યક્તિને Sexual Intercourse/ સંભોગ દરમિયાન લિંગને/Penisને કડક-tight થવામાં તકલીફ પડવી અથવા તો કડક થયા પછી યોનિપ્રવેશ/Vaginal Penetration કરતા સમયે કે પહેલા ઢીલું/Loose પડી જવું અથવા તો યોનિપ્રવેશ થયા પછી Ejaculation/વીર્યસ્ખલન પહેલાં ઢીલું/Loose પડી જવું વગેરે તકલીફોનો અનુભવ થતો હોય છે.

ક્યારેક આવું થવું Normal/ સામાન્ય છે. પરંતુ જો સતત 6 મહિનાથી વધારે સમયગાળા દરમ્યાન અને વારંવાર મોટાભાગના દરેક sexual intercourse/ સંભોગ ના સમયે જો આવું થતું હોય અને તેનાથી કપલમાં Dissatisfaction કે અસંતોષ રહી જતો હોય તો તેને Erectile Dysfunction Disorder એટલે કે રોગ જ કહી શકાય .

ક્યારેક સેક્સ લાઈફના પ્રોબ્લેમ્સનો અસંતોષ રૂટીન મેરેજ લાઇફમાં નાના-મોટા ઝઘડા કે disputes દ્વારા વ્યક્ત થતો હોય છે.

ક્યારેક સેક્સ લાઈફના પ્રોબ્લેમ્સનો અસંતોષ રૂટીન મેરેજ લાઇફમાં નાના-મોટા ઝઘડા કે disputes દ્વારા વ્યક્ત થતો હોય છે.

ED ના કારણો ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે . Newly Married કપલમાં કે શરૂઆતના સેક્સના અનુભવોમાં Self Doubts, Low Self Confidence, સેક્સમાં Failure જવાનો ડર, પાર્ટનરની Expectations પૂરી ન કરી શકવાની ચિંતા, સેક્સ એજ્યુકેશન નો અભાવ , ખોટી માહિતીઓ , વધુ પડતી અપેક્ષાઓ, પોર્ન ક્લિપ સાથે કે બીજા લોકો સાથે Penis size માટે Comparison વગેરે કારણો પણ જવાબદાર હોય છે.

તેમાં સૌથી Common કારણ Performance Anxiety છે. તેમાં Sexual Intercourse/ સંભોગ ના સમયે Penis ના Erection/કડકાઇ ને લઈને Nervous/ચિંતિત રહેવું, Foreplay-Sex ના આનંદ ની જગ્યાએ વધુ પડતું Focus Penis ની કડકાઇ/Size પર હોવું જેના લીધે ઘણીવાર સાચે જ Penis ઢીલું/Loose થઈ જાય છે.

એકવાર આવું Failure જવાથી વ્યક્તિ નો Confidence ઘટી જાય છે, Self Doubts વધી જાય છે.ક્યારેક Female પાર્ટનર દ્વારા Negative Comment મળેલી હોય તો પોતાની Sexual Functionality / સેક્સ કરી શકવાની ક્ષમતા પર મનમાં સવાલ ઉઠવા લાગે છે કે શું મને કાયમ આવું રહેશે ? શું મારી future sex life પણ આવી જ રહેશે? આવા Mindset ના લીધે બીજી/ત્રીજી વાર ના અનુભવમાં પણ Failure ના chances વધી જાય છે. જો લાંબો સમય આવું રહે તો વ્યક્તિને Depression - ચિંતા રોગ પણ થઈ શકે છે.

ED ના મેડિકલ કારણોમાં લાંબા સમયથી ડાયાબિટીસ, BP- હાઈપરટેન્શન ની તકલીફ, High Cholesterol, વધું પડતું વજન / Obesity, બેઠાડુ જીવન, Testosterone નું Low Level, તમાકુ- Smoking- દારૂનું વ્યસન, વિટામીન ની ઉણપ વગેરે જેવા કારણો પણ જવાબદાર હોય છે .

ED રોગના મોટાભાગના કિસ્સાઓમાં યોગ્ય કાઉન્સિલિંગ અને મેડિસિન Treatment દ્વારા ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે.

કપલના Sexual Satisfactionમાં પણ ઘણાખરા અંશે સુધારો જોવા મળે છે અને તેનાથી રૂટિન મેરેજ લાઇફમાં પણ હેપીનેસ આવતી જાય છે.

કેટલાક કિસ્સામાં Patientની મેડિસિન બંધ થયા પછી Healthy Lifestyle ના Suggestionsને ફોલો કરતા રહેવાથી આવો પ્રોબ્લેમ થયેલ નથી.

તો જો આપને કે તમારા Friend સર્કલમાં ED ની સેક્સ સમસ્યા હોય તો ચોક્કસથી તેની treatment કરાવો.

કપલની સેક્સ લાઈફને Pleasurable / આનંદમય બનાવો.